HomeMorbiવાંકાનેરના આણંદપર ધાર પાસે ખાટલા સાથે બાઈક અડાડવાની અદાવતે પરિવાર પર હુમલો

વાંકાનેરના આણંદપર ધાર પાસે ખાટલા સાથે બાઈક અડાડવાની અદાવતે પરિવાર પર હુમલો

વાંકાનેરના આણંદપર ધાર પાસે મોટરસાઇકલ ખાટલા સાથે અડાડવાની બાબતે થયેલી અદાવતમાં ચાર શખ્સોએ પરિવાર સાથે બોલાચાલી કરી લાકડીઓ અને લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં એક વ્યક્તિને ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાનો આક્ષેપ છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના આણંદપર ધાર પાસે રહેતા અને મજુરી કામ કરતા કુકાભાઈ તખાભાઈ પરમાર (ઉ.વ.૩૮) એ આરોપી જનકભાઈ વજાભાઈ સીંધવ, અજય ભવાનભાઇ ચૌહાણ, શૈલેષભાઈ જગાભાઇ ચૌહાણ રહે. ત્રણેય ગામ, વીઠલપર, તા. વાંકાનેર તથા રાહુલ ફુલાભાઈ ચૌહાણ રહે. વાંકાનેર નર્સરી ચોકડી, વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના ભત્રીજા શૈલેષ ઘુઘાભાઈએ તેનું મોટરસાયકલ આરોપી જનકભાઈની ઘરવાળીના ખાટલા સાથે અડાડેલ હોય, જે બાબતનો ખાર રાખી આરોપીઓ ફરિયાદીના ઘર પાસે આવી, ફરિયાદી તથા તેમના પરિવારના સભ્યો સાથે બોલાચાલી કરી ભૂંડાબોલી ગાળો આપી ઝપાઝપી કરી, આરોપી જનકભાઈએ પાઈપ વડે ફરિયાદીને માર મારેલ તેમજ આરોપી અજયભાઈએ સાથી મનસુખભાઈને લાકડીથી ઈજા પહોંચાડેલ તેમજ સાથી ઘોઘાભાઈને લાકડી મારી ફેક્ચર જેવી ઈજા પહોંચાડી, તથા આરોપી શૈલેષભાઈએ સાથી કાળુભાઈને લાકડી વડે મુંઢ ઇજા પહોંચાડી તથા આરોપી રાહુલે સાથી મંગુબેનને લાકડી વડે ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular