HomeMorbiમોરબીના તળાવીયા શનાળા નજીક ઈકો કારમાંથી વિદેશી દારૂની ૨૭૬ બોટલ સાથે ધ્રાંગધ્રાનો...
મોરબીના તળાવીયા શનાળા નજીક ઈકો કારમાંથી વિદેશી દારૂની ૨૭૬ બોટલ સાથે ધ્રાંગધ્રાનો ૨૧ શખ્સ ઝડપાયો
મોરબી તાલુકાના તળાવીયા શનાળા થી પીપળી તરફ જતા કાચા રસ્તે વોકળા પાસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૨૭૬ બોટલ, ઈકો કાર અને મોબાઈલ સહિત કુલ રૂ. ૪.૦૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ધ્રાંગધ્રાના ૨૧ વર્ષીય યુવકને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા સર્વેલન્સ સ્ટાફ પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટફની સંયુકતરાહે બાતમી મળેલ કે, “મોરબી તાલુકાના તળવીયા શનાળા થી બેલા (રંગ) જવાના કાચા રસ્તે તળાવીયા ગામના વોકળા પાસે એક સફેદ કલરની ઇકો કાર રજી.નંબર GJ-13-CE-4495 વાળીમાં ઈગ્લીશ ભરેલ છે જે હાલ સગેવગે કરે છે” તેવી બાતમીના આધરે રેઇડ કરતા ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૨૭૬ કિં.રૂ.૧,૯૪,૪૬૦/-ઈકો કાર કિ.રૂ. ૨,૦૦, ૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪,૦૯,૪૬૦ના મુદ્દામાલ સાથે એક ઇસમ ધર્મેન્દ્રભાઇ ઉર્ફે કાનો ડાયાભાઇ હડીયલ (ઉ.વ.૨૧) રહે- ૨ાવળીયાવદર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળાને પકડી પાડી આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.