HomeMorbiવાંકાનેરમાં સગીરાને ભગાડી જવાનો આક્ષેપ: CCTVમાં બાઈક પર લઈ જતો શખ્સ દેખાતાં...
વાંકાનેરમાં સગીરાને ભગાડી જવાનો આક્ષેપ: CCTVમાં બાઈક પર લઈ જતો શખ્સ દેખાતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
વાંકાનેરમાં સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવી અપહરણ કરી લઈ ગયાના આક્ષેપ સાથે એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આધેડે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આ અંગે રજૂઆત કરી છે.
ફરિયાદ મુજબ, તેમની સગીર વયની દીકરી સીવણકામ શીખવા માટે વાંકાનેર ખાતે રહેતી પોતાની મોટી બહેનના ઘરે ગઈ હતી. દરમિયાન સાંજના સમયે તે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી.
પરિવારજનોએ આસપાસના વિસ્તારો તેમજ સગા-સંબંધીઓમાં તપાસ કરી હતી, પરંતુ સગીરાનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યારબાદ ઘરની સામેના CCTV ફૂટેજ તપાસતાં ભરતભાઈ બાબુભાઈ વડેચા નામનો શખ્સ સગીરાને પોતાની બાઈક પર બેસાડીને લઈ જતો દેખાયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે સગીરાના પિતાએ વાંકાનેર સિટી પોલીસ સમક્ષ રજૂઆત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.