HomeMorbiરંગપર ગામે પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં તીનપત્તીનો જુગાર ઝડપાયો, છ શખ્સો પકડાયા
રંગપર ગામે પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં તીનપત્તીનો જુગાર ઝડપાયો, છ શખ્સો પકડાયા
મોરબી તાલુકાના રંગપર ગામે બાપા સીતારામ પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂ. 1.75 લાખ અને છ મોબાઇલ સહિત કુલ રૂ. 2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના રંગપર ગામે જનકસિંહ ઝાલાના કબ્જા ભોગવટવાળા બાપા સીતારામ પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો જનકસિંહ કસરૂભા ઝાલા રહે. રંગપર, મુકેશભાઈ બચુભાઈ દેસાઈ રહે. ફ્લેટ નં.મ701, ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ, રોયલપાર્ક મહેન્દ્રનગર મોરબી, મગનભાઈ ભુદરભાઈ લોરીયા રહે. ગામ, કુંભારીયા, તા. માળીયા, રમેશભાઈ છગનભાઈ કાલરીયા રહે. ગામ, જીવાપર, તા. મોરબી, શંકરભાઈ અંબારામભાઈ દેત્રોજા રહે. રહે. ફ્લેટ નં.603, મારૂતિ એપાર્ટમેન્ટ, મિલનપાર્ક, મહેન્દ્રનગર મોરબી, પીરૂભાઈ પ્રભુભાઈ કૈલા રહે.ગામ, વેજલપુર, તા. માળીયાવાળાને રોકડ રૂપિયા રોકડ રૂ.1,75,400 તથા મોબાઇલ ફોન નંગ-06 કી.રૂ. 95000/- એમ કુલ મળી 2,70,400 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.