HomeMorbiમોરબીના ખેવાળિયા ગામે ૧૦ વર્ષીય બાળકીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં...
મોરબીના ખેવાળિયા ગામે ૧૦ વર્ષીય બાળકીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં મોત
મોરબી: મોરબી તાલુકાના ખેવાળિયા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયેલી આશરે ૧૦ વર્ષીય માસૂમ બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે.
આ અંગે મળતી માહિતી મુજબ ખેવાળિયાથી નારણકા ગામ વચ્ચે આવેલી એક વાડી વિસ્તારમાં રહેતી સોહાના રંગેશભાઈ મેડા નામની આ બાળકીએ અચાનક કોઈ અગમ્ય કારણોસર ‘મોનોકોટો’ જેવી જીવલેણ ઝેરી દવા પી લીધી હતી. બાળકીની તબિયત લથડતાં પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ચાર દિવસ સુધી બાળકીની જિંદગી અને મોત વચ્ચેની લડાઈ ચાલી હતી, પરંતુ લાંબી સારવાર છતાં ડૉક્ટરો તેને બચાવી શક્યા ન હતા અને ગત ૨૪ ઓક્ટોબરે વહેલી પરોઢે તેનું સારવાર દરમિયાન જ કમનસીબ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતે મોતના ગુના હેઠળ નોંધ કરીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.