HomeMorbiમોરબીના વીસીપરામાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

મોરબીના વીસીપરામાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

મોરબી: મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખીને જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફીય માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમીના આધારે વીસીપરા મેઈન રોડ પર પ્રજાપત કારખાના પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપી સાજીદભાઈ ઉર્ફે બગી અબ્દુલભાઈ સુમરા (રહે. વીશીપરા, મદીના સોસાયટી, સુમરાના જમાત ખાના સામે, મોરબી) જાહેરમાં રસ્તે આવતા-જતા લોકો પાસેથી વર્લી ફીચરના આંકડા લખીને પૈસાની લેતી-દેતી કરી હાર-જીતનો જુગાર રમી-રમાડી રહ્યો હતો.

પોલીસે સ્થળ પરથી આરોપી પાસેથી કાગળની ચીઠ્ઠી નંગ-૨, એક બોલપેન તથા રોકડા રૂપિયા ૭૪૦/- સહિત કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે જુગાર ધારા કલમ ૧૨ (અ) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular