HomeMorbiટંકારામાં બાવળની કાંટ પાછળ જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, રૂ. 12,100 રોકડ...
ટંકારામાં બાવળની કાંટ પાછળ જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, રૂ. 12,100 રોકડ જપ્ત
મોરબી જિલ્લાના ટંકારામાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રિલાયન્સ પેટ્રોલપંપની સામે આવેલી બાવળની કાંટ પાછળ તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પાંચેય શખ્સો ગોળ કુંડાળું વળીને ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રૂ. 12,100ની રોકડ રકમ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલા શખ્સોમાં મેહુલભાઈ નવનીતભાઈ કુંઢીયા, લલીતભાઈ લાખાભાઈ કુંઢીયા, અર્જુનભાઈ કૈલાશભાઈ કુંઢીયા, કિરણભાઈ પ્રભાતભાઈ કુંઢીયા અને પંકજભાઈ ઈશ્વરભાઈ કુંઢીયા (તમામ રહે. ટંકારા)નો સમાવેશ થાય છે.