HomeMorbiમોરબીના પીપળીમાં તીનપત્તીનો ખેલ રંગેહાથ ઝડપાયો! એક મહિલા સહિત 5 જુગારી રૂ.71,100ના...
મોરબીના પીપળીમાં તીનપત્તીનો ખેલ રંગેહાથ ઝડપાયો! એક મહિલા સહિત 5 જુગારી રૂ.71,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા
મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં સીસમ સિરામિક જવાના રસ્તા સામે કોમ્પ્લેક્ષમાં મોમાજી મોબાઈલ દુકાનની આગળ પતરાની નીચે ઈલેક્ટ્રીક લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમાતો હતો. તાલુકા પોલીસે દરોડો પાડી એક મહિલા સહિત પાંચ શખ્સોને રૂ.71,100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ સીસમ સિરામિક જવાના રસ્તાની સામે આવેલ કોમ્પ્લેક્ષમા મોમાજી મોબાઈલ દુકાનની આગળના ભાગે પતરાની નીચે ઈલેક્ટ્રીક લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત પાંચ જુગારીઓને અરવીદભાઈ બાબુભાઈ સોમાણી રહે-રામવીલા સોસાયટી પીપળી તા.જી.મોરબી મુળ ગામ-મોટાભેલા તા.માળીયા(મીં) જી. મોરબી, પારસભાઈ કનુભાઈ વરાણીયા રહે- રામવીલા સોસાયટી પીપળી તા.જી.મોરબી, નીલેશભાઈ મનસુખભાઇ વાડલીયા રહે- મારૂતી પાર્ક સોસાયટી પીપળી તા.જી. મોરબી, મકસુદભાઈ મોમદભાઈ નકુમ રહે-જુના બસ સ્ટેન્ડ પાસે ગેબનશા પીરની દર ગાહની પાછળ મોરબી, ચેતનાબેન નવીનભાઇ વાઢેરા રહે-લાયન્સનગર મોરબી વાળાને ૭૧,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.