HomeMorbiમોરબીમાં હદપારીનો ભંગ કરનાર ઝડપાયો: 6 જિલ્લામાંથી 6 માસ માટે હદપાર છતાં...

મોરબીમાં હદપારીનો ભંગ કરનાર ઝડપાયો: 6 જિલ્લામાંથી 6 માસ માટે હદપાર છતાં શહેરમાં જ ધામા!

મોરબી સહિત છ જિલ્લામાંથી છ માસ માટે હદપાર કરાયેલા ઇસમને હદપારીના હુકમનો ભંગ કરવો ભારે પડ્યો છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કોમ્બિંગ દરમિયાન બૌદ્ધનગર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ આજે કોમ્બીંગમાં હોય તે દરમ્યાન સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, જામનગર, કચ્છ-ભુજ, એમ કુલ છ જિલ્લામાંથી છ માસ માટે હદપાર કરેલ ઇસમ દિનેશભાઇ બાબુભાઇ ચૌહાણ (ઉ.વ.૩૯) રહે, મોરબી २ નજરબાગ રેલ્વે સ્ટેશન સામે બૌધ્ધનગર મફતીયાપરા પાસેથી મળી આવતા હદપારી હુકમનો ભંગ કરતા જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular