HomeMorbiહળવદથી ગોરખપુર જતો રૂ.6 લાખનો 12 ટન દાડમનો જથ્થો રસ્તામાં જ ગાયબ,...
હળવદથી ગોરખપુર જતો રૂ.6 લાખનો 12 ટન દાડમનો જથ્થો રસ્તામાં જ ગાયબ, ટ્રક ચાલક-માલિક સામે ફરિયાદ
હળવદથી ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલાયેલો 12 ટન દાડમનો જથ્થો ગંતવ્ય સ્થળે પહોંચે તે પહેલાં જ ગાયબ થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. રૂ.6 લાખની કિંમતના દાડમ લઈને નીકળેલી ટ્રકના માલિક અને ચાલકે ફોન બંધ કરી દેતા હળવદ પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભૂજમા રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ૫૦ વર્ષીય બલ્કારસિંગ ગુરૂમુખસિંગ ભટ્ટીએ આરોપી પવન કુમાર વિનોદકુમાર બાજપાઈ તથા મુકેશભાઇ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ દાડમ ૧૨ ટન કિ.રૂ. ૬, ૦૦, ૦૦૦/- આરોપીની ગાડી નં. UP-78- JN-5955 ના ટ્રાન્સપોર્ટર પવન કુમાર વિનોદકુમાર બાજપાઈ વાળો (૨) ગાડી નં.UP-78-JN-5955 ના ચાલક મુકેશભાઈ ના ટ્રકમાં ભરી દઈ સીકીગંજ ગોરખપુર (યુ.પી.) ખાતે રઇન ફ્રુટ કંપની મા મોકલવા જણાવેલ હોવા છતા ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી સીકીગંજ ગોરખપુર (યુ.પી.) ખાતે રઇન ફ્રુટ કંપની ખાતે નહી પહોંચાડી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.