HomeMorbiમોરબીના પીપળીયા ચાર રસ્તે SOGની સપાટો: દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો
મોરબીના પીપળીયા ચાર રસ્તે SOGની સપાટો: દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો
મોરબી SOG ટીમે બાતમીના આધારે પીપળીયા ચાર રસ્તા ખાતે દરોડો પાડી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે રૂ.5 હજારનો તમંચો કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલીંગ હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા મધુરમ ક્લીનીક સામે રોડ પર રેઇડ કરતા દિપેશભાઇ ઉર્ફે સલીમભાઇ ગૌતમભાઇ રાઠોડ રહે.હાલ નિરૂબેનનગર પીપળીયા ચાર રસ્તા તા.માળીયા(મિ.)વાળો ઇસમ દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ કિંમત રૂપીયા ૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એકટની કલમ ૨૫(૧-બી) એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.