HomeMorbiમોરબી સિવિલ હોસ્પિટલ બની વાહનચોરોનું નિશાન! બાઈક ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા
મોરબી સિવિલ હોસ્પિટલ બની વાહનચોરોનું નિશાન! બાઈક ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા
મોરબી સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલી સ્પ્લેન્ડર પ્લસ બાઈકનો ભેદ પોલીસે ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા; CCTV અને હ્યુમન સોર્સની મદદથી ચોરીની બાઈક સાથે બંને ઝડપાયા.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીવીલ હોસ્પીટલમાથી ફરીયાદીના મોટર સાયકલની ચોરી કરનાર ઇસમની ખાનગીરાહે તપાસ કરતા મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હ્યુમન સોર્સીસ થી આધારે સર્વલન્સ ટીમ દ્વારા ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી લીલાપર રોડ તરફ એક શંકાસ્પદ મોટર સાઇકલ સાથે બે ઇસમો જતા હોય જેથી તેઓને રોકી મોટર સાયકલ બાબતે પુછપરછ કરતા સ્પલેન્ડર પ્લસ મોટરસાઇકલ રજીસ્ટર નં.GJ-09-DH-2527 વાળુ મોરબી સરકારી હોસ્પીટલમાથી ચોરી થયેલ મોટર સાયકલ હોય તેમજ આરોપીઓએ ચોરી કરેલાનુ કબુલાત આપતા મોટરસાયકલની કિ.રૂ.૪૦,૦૦૦/- ગણી કબ્જે કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબની ચોરી ડીટેકટ કરી આરોપી શનીભાઇ ડાયાભાઇ દેવાભાઇ નારોલા (ઉ.વ.રર) રહે.મોરબી વજેપર શેરીનં.૧૪ તથા ઇરફાનભાઇ કરીમભાઇ બ્લોચ (ઉ.વ.૨૩) રહે. મોરબી નવલખી રોડ રણછોડનગર પાણીના ટાંકા પાસે મોરબીવાળાની અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.