HomeMorbiમોરબીના બોરીયાપાટી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ નીચે ચાલતો તીનપત્તીનો જુગાર ઝડપાયો, સાત શખ્સો...

મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ નીચે ચાલતો તીનપત્તીનો જુગાર ઝડપાયો, સાત શખ્સો પકડાયા

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે લિલાપર કેનાલ રોડ નજીક ફીંદલની વાડી વિસ્તારમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને ઝડપી લીધા હતા. પોલીસે રૂ. ૫૩,૦૮૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના લિલાપર કેનાલ રોડ એસ. પી. રોડના નાકાં પાસે ફીંદલની વાડી બોરીયાપાટી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો રાજેસભાઇ ઘેલાભાઈ કંજારીયા, ભગવાનજીભાઈ અવચરભાઈ નકુમ, સુરેસભાઈ લખમણભાઈ નકુમ, સંજયભાઈ અરજણભાઈ જાદવ, દેવરાજભાઈ મુળજીભાઇ પરમાર, નારણભાઈ છગનભાઈ પરમાર, જગદીસભાઈ દામજીભાઇ ડાભી રહે બધા બોરીયાપાટી વિસ્તાર મોરબીવાળાને રોકડ રૂપિયા ૫૩૦૮૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular