HomeMorbiરંગપર (બેલા)માં દુકાન બની દારૂનું અડો 472 બોટલ સાથે એક ઝડપાયો, એક...

રંગપર (બેલા)માં દુકાન બની દારૂનું અડો 472 બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામે સોમનાથ પેટ્રોલ પંપ સામેની દુકાનમાંથી વેચાણના ઈરાદે સંતાડેલો રૂ.52,362નો વિદેશી દારૂ ઝડપાયો, પોલીસે એક આરોપીને ઝડપી અન્યની શોધખોળ શરૂ કરી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના રંગપર (બેલા) ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપ સામે આવેલા શોપિંગ સેન્ટરમાં આરોપી હિરશભાઈ ભવરલાલ અહારીએ પોતાના કબ્જા ભોગવટા વાળી દુકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૭૨ કિંમત રૂપિયા ૫૨૩૬૨ ના મુદ્દામાલ સાથે આરોપી હિરશભાઈ ભવરલાલ અહારી રહે. રંગપર (બેલા) ગામની સીમમાં તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ અઝરૂદ્દીન અકબરભાઈ જામ રહે. બેલા (આમરણ) તા.જી. મોરબીવાળાનુ નામ ખુલતા બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular