HomeMorbiહળવદના ચરાડવા પાસે ઓઇલ મિલના ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો: ૨૮૦ મણ જીરું ઉઠાવી...

હળવદના ચરાડવા પાસે ઓઇલ મિલના ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો: ૨૮૦ મણ જીરું ઉઠાવી ગયા, રૂ.૧૦.૬૪ લાખની ચોરી

હળવદ-મોરબી હાઇવે પર ચરાડવા નજીક આવેલી ભવાની ઓઇલ મિલના ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પાછળનો દરવાજો તોડી અજાણ્યા ચોરો ૧૦૨ બાચકા એટલે કે ૨૮૦ મણ જીરું, કિંમત રૂ.૧૦.૬૪ લાખ ચોરી કરી ફરાર થઈ ગયા. વરસાદી સીઝનમાં ગોડાઉનની તપાસ દરમિયાન ચોરીનો ભેદ ખુલ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને ખેતી કરતા ઘનશ્યામસિંહ દેવુભાઈ પઢીયાર (ઉ.વ.૫૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના ચરાડવા ગામે હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ ભવાની ઓઇલ મીલના ગોડાઉનમા જીરાના બાચકા ભરેલ હોય તેમાથી કુલ-૧૦૨ બાચકા જીરુ કુલ- ૨૮૦ મણ જેની કુલ કિંમત રૂપીયા- ૧૦,૬૪,૦૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઇસમ કોઇપણ રાત કે દિવસના સમયે ગોડાઉનમા પ્રવેશ કરી કોઈ વાહનમાં ભરી ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular