HomeMorbiમાળિયાના બગસરા સીમમાં પવનચક્કીને તસ્કરોનું નિશાન: તાળું તોડી રૂ. 78 હજારના કોપર...

માળિયાના બગસરા સીમમાં પવનચક્કીને તસ્કરોનું નિશાન: તાળું તોડી રૂ. 78 હજારના કોપર કેબલની ચોરી

માળિયા મીયાણાના બગસરા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી અજાણ્યા તસ્કરો તાળું તોડી આશરે રૂ.78 હજારની કિંમતના 260 મીટર કોપર કેબલ વાયર કાપી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સિક્યુરિટી સુપરવાઇઝરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટની ‘ઈગલ આઈ સીક્યુરીટી સર્વિસ’માં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ મેઘુભા પરમારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સુજલોન કંપનીની પવનચક્કી નંબર VM 36 નુ કોઈ અજાણ્યો ચોર ઇસમે તાળુ તોડી પવનચક્કીના ઇલેક્ટ્રીકના કોપરના ૨૪૦ સ્ક્વેર એમ.એમ.ના કેબલ વાયર આશરે ૨૬૦ મીટર જેની કિંમત રૂપીયા આશરે ૭૮,૦૦૦/ નો કાપી ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular