HomeMorbiમોરબીમાં દેશી કટ્ટાથી અકસ્માતે મિસફાયર! કમરના નેફામાં મૂકતા જ ગોળી છૂટી, યુવકની...
મોરબીમાં દેશી કટ્ટાથી અકસ્માતે મિસફાયર! કમરના નેફામાં મૂકતા જ ગોળી છૂટી, યુવકની જાંઘમાં વાગતા ગંભીર ઈજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં ગેરકાયદે દેશી કટ્ટાથી અકસ્માતે મિસફાયર થતાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનામાં બે શખ્સો સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન ના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આરોપી આશિષ હેમંતભાઈ આદ્રોજા રહે. રવાપર રોડ મોરબી તથા રાજેશભાઈ ખીમજીભાઈ પરમાર રહે. વિસિપરા તા. મોરબીવાળા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવાઈ છે કે આરોપી આશિષ હેમંતભાઈ આદ્રોજા રહે મોરબી રવાપર રોડ વાળાએ પોતાના પાસે રહેલ ગેરકાયદેસર હથિયાર દેશી કટ્ટો કારતુસ સાથેનો પોતાના મિત્ર આરોપી રાજેસભાઈ ખીમજીભાઈ પરમાર રહે મોરબી વિસીપરા વાળાને સાચવવા આપતા રાજેસભાઈએ પોતાની પાસે ગે.કા.હથિયાર રાખી પોતાની કે બિજા ની સુરક્ષા જોખમાય તેવુ બેદરકારીભર્યું કૃત્ય કરી ફાયરીંગ થતા ડાબી જાંઘ ઉપર ગંભીર ઇજા થતા અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.