HomeMorbiમાળિયામાં PGVCLની 11 KV લાઇનને તસ્કરોએ બનાવી નિશાન, 1560 મીટર એલ્યુમિનિયમ વાયર...

માળિયામાં PGVCLની 11 KV લાઇનને તસ્કરોએ બનાવી નિશાન, 1560 મીટર એલ્યુમિનિયમ વાયર કાપી રૂ.47 હજારની ચોરી

માળિયા મીયાણા પંથકમાં PGVCLની વીજ લાઇનમાંથી તસ્કરો 13 ગાળાનો આશરે 1560 મીટર વાયર કાપી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે માળિયા મીયાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લુટાવદર ગામે રહેતા અને નોકરી કરતા PGVCLના નાયબ ઇજનેર હાર્દિકભાઈ વિજયકરે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમે પી.જી.વી.સી.એલ. પીપળીયા સબ ડીવીઝનલના તાબા હેઠળ આવેલ સુલતાનપુર ગામથી ચીખલી ગામ જતા આશરે ૨૦૦ મીટર પહેલા પી.જી.વી.સી.એલ.ની વીજ લાઈન ૧૧ કેવી માણાબા એજી વી જ ફીડરના પોલ નં.૮૩૨ થી ૮૪૮ સુધીમાં એલ્યુમીનીયમમો ૩૪ એમ.એમ. સ્કેર વાયર ટોટલ ૧૩ ગાળાનો આશરે ૧૫૬૦ મીટર જેટલો જેની કિંમત રૂપિયા ૪૭૦૦૭/-ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular