HomeMorbiમાળીયાના સુલતાનપુરમાં જૂની અદાવતનો ખાર રાખી બે યુવકો પર ધોકાથી હુમલો
માળીયાના સુલતાનપુરમાં જૂની અદાવતનો ખાર રાખી બે યુવકો પર ધોકાથી હુમલો
માળીયાના સુલતાનપુર ગામે જૂની બોલાચાલીની અદાવતનો ખાર રાખી ચાર ભાઈઓએ બે યુવકો પર લાકડાના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. માળીયા મિયાણા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી માળિયા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા સુનિલભાઈ લાભુભાઈ દેગામા (ઉ.વ.૨૫) એ તેમના જ ગામના આરોપી અક્ષયભાઈ અમરશીભાઈ સીતાપરા, મહીપતભાઇ અમરશીભાઈ સીતાપરા, રાહુલભાઈ અમરશીભાઈ સીતાપરા, અજયભાઇ અમરશીભાઇ સીતાપરા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી અક્ષયભાઈ સાથે અગાઉ ઝઘડો થયેલ જેથી ફરીયાદી સામે ઇશારા કરતો હોય તે બાબતે સમજાવતા તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી તથા સાથી વિક્રમ બન્ને ઘર તરફ જતા હતા ત્યારે ચારેય આરોપી ભેગા મળી લાકડાના ધોકા વતી ફરીયાદીને માથાના ભાગે તથા બરડાના ભાગે તથા ડાબા હાથના ભાગે મુંઢ ઇજા તથા સાથી વિક્રમ છોડાવવા વરચે પડતા આરોપીઓએ બન્ને પગે તથા જમણા હાથે લાકડાના ધોકા વતી મુંઢ માર મારી આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.