HomeMorbiહળવદના ક્રોસ રોડ કોમ્પ્લેક્ષમાં પોલીસનો દરોડો: બંધ દુકાનમાંથી રૂ. 22,538નો વિદેશી દારૂ...
હળવદના ક્રોસ રોડ કોમ્પ્લેક્ષમાં પોલીસનો દરોડો: બંધ દુકાનમાંથી રૂ. 22,538નો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે
હળવદના સરા ચોકડી નજીક આવેલા ક્રોસ રોડ કોમ્પ્લેક્ષમાં હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલી બંધ દુકાન નંબર B-126માં તપાસ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે કુલ રૂ. 22,538નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આ જથ્થો હળવદના આનંદ પાર્કમાં રહેતા પીયુષભાઈ ચમનભાઈ સચાણીયા (વાણંદ) દ્વારા વેચાણ અર્થે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.