HomeMorbiમોરબી એલસીબીની સ્પેશિયલ ડ્રાઇવમાં ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં નાસતા બે આરોપી ઝડપાયા
મોરબી એલસીબીની સ્પેશિયલ ડ્રાઇવમાં ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં નાસતા બે આરોપી ઝડપાયા
મોરબી: આઈ.જી. સરહદી રેન્જ, ભુજ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડને સફળતા મળી છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ ટેકનિકલ માધ્યમો, હ્યુમન સોર્સિસ અને ખાનગી બાતમીદારોની મદદથી નાસતા-ફરતા આરોપીઓને શોધી રહી હતી. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા-ફરતા અભિષેક અજયભાઈ શર્મા (ઉંમર ૨૪ વર્ષ)ને વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા સમસારા લક્ઝરી એપાર્ટમેન્ટ, જે ટાવર-૦૦૧, ટી.પી.-૧૩ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપીને આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે મોરબી એલ.સી.બી. દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં આ સફળતા મળી છે.