HomeMorbiવાંકાનેરમાં બેંકના કમ્પાઉન્ડમાંથી સ્પ્લેન્ડર બાઈકની ચોરી, ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કર્યાની આશંકા
વાંકાનેરમાં બેંકના કમ્પાઉન્ડમાંથી સ્પ્લેન્ડર બાઈકની ચોરી, ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કર્યાની આશંકા
વાંકાનેર: વાંકાનેર શહેરમાં બાઈક ચોરીનો બનાવ સામે આવ્યો છે. સહયોગ બેંકના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલું રૂ. ૧૦,૦૦૦ની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા અબ્દુલભાઈ અમીભાઈ આંબલીયાના પુત્ર ઈનાયત સહયોગ બેંકમાં નોકરી કરે છે. ઈનાયતે બેંકના કમ્પાઉન્ડમાં પોતાનું મોટરસાઇકલ પાર્ક કર્યું હતું. જોકે, બહાર આવીને તપાસ કરતાં બાઈક ગાયબ જણાયું હતું. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈકનો પત્તો ન લાગતાં આખરે અબ્દુલભાઈએ અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ડુપ્લિકેટ ચાવી વડે બાઈક ચોરી કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી અજાણ્યા તસ્કરને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.