HomeMorbiમોરબીમાં પોલીસની મોટી કાર્યવાહી: પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી નાસતો આરોપી નટરાજ રેલવે...
મોરબીમાં પોલીસની મોટી કાર્યવાહી: પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી નાસતો આરોપી નટરાજ રેલવે ફાટક પાસેથી ઝડપાયો
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા દશરથભાઈ ખાચરને મોરબીના નટરાજ રેલવે ફાટક પાસેથી ઝડપી પાડી સીટી એ ડિવિઝન પોલીસને સોંપ્યો.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ટેકનીકલ માધ્યમથી, હ્યુમન સોર્શીસ અને ખાનગી બાતમીદારો મારફતે નાસતા ફરતા આરોપીઓના છુપાવાના આશ્રય સ્થાનો વિગેરે સ્થળે તેને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં રહેતા અને રેન્જના જીલ્લાઓના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી વધુને વધુ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા કાર્યરત હોય તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુન્હાના નાસતા ફરતા આરોપી દશરથભાઇ અનકભાઇ ખાચારરહે. નળખંભા તા.થાન જી.સુરેન્દ્રનગર વાળાને મોરબી નટરાજ રેલ્વે ફાટક પાસેથી અટક કરી મોરબી સીટી એ ડિવી.પો.સ્ટે.ને સોંપી આપેલ છે.