HomeMorbiવાંકાનેરના રાતાવિરડા ગામે જુગાર રમતા ચાર ઝડપાયાં
વાંકાનેરના રાતાવિરડા ગામે જુગાર રમતા ચાર ઝડપાયાં
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને બીપીનકુમાર ભાણજીભાઈ દલસાણિયા રહે. રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટ પહેલા માળે ક્રિષ્ના સ્કુલ પાસે રવાપર રોડ મોરબી, આનંદભાઈ મનસુખભાઈ બરાસરા રહે. ગામ. જાંબુડીયા, તા. મોરબી, યોગેશભાઈ ઘનશ્યામભાઇ અઘારા રહે. શ્રીજી કલોક સોસા ઉમિયા સર્કલ પાસે ગોપાલ ભાઈના મકાનમાં મોરબી, રામનરેશ જગનસિંહ હરસાણા મૂળ રહે.વધોલી તા ખીરાગઢ જી આગ્રા યુપી,હાલ ગામ, જેતપરડા, તા. વાંકાનેરવાળાને રોકડ રૂપિયા ૨૭,૯૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.