HomeMorbiવાંકાનેરમાં ફૂલના હાર બાબતે બબાલ: દુકાનદારને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની...

વાંકાનેરમાં ફૂલના હાર બાબતે બબાલ: દુકાનદારને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરના પુલદરવાજા માર્કેટ ચોકમાં ઓર્ડર મુજબનો હાર ન મળતા ઉશ્કેરાયેલા ગ્રાહક સહિત ચાર શખ્સો સામે વેપારીની ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં રહેતા અને ફુલહારનો ધંધો કરતા વિવેકભાઈ વિનોદભાઈ કુણપરા (ઉ.વ.૨૭) એ આરોપી મુન્નાભાઈ કારીયા, મુન્નાભાઇનો દીકરો દેવભાઇ, શનીભાઈ દીલીપભાઈ, ધનાભાઈ કારીયા રહે. બધા વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી મુન્નાભાઈએ ફરીયાદીને ફૂલનો હાર બનાવ માટે ઓર્ડર આપેલ હોય તે હાર લેવા આવતા ફરીયાદીને ઓર્ડર મુજબનો હાર નહી બનાવી આપવાનુ જણાવી હાર નહી ખરીદી ફરીયાદીને ૧૦૦/-રૂપીયાનુ આર્થીક નુકશાન કરી બેફામ ગાળો ઢીકા પાટુનો મુઢ માર મારી શરીરે મુઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અન્ય આરોપીઓ પણ પાછળથી આવી ફરીયાદીને જાહેરમા બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular