HomeMorbiમોરબીના વેલેન્ઝા ગ્રેનીટો સાથે રૂ. 44.74 લાખની છેતરપિંડી! મુંબઈની પેઢીએ 7,865 બોક્સ...

મોરબીના વેલેન્ઝા ગ્રેનીટો સાથે રૂ. 44.74 લાખની છેતરપિંડી! મુંબઈની પેઢીએ 7,865 બોક્સ ટાઇલ્સ મંગાવી પેમેન્ટ અટકાવ્યું

રંગપરની ટાઇલ્સ ફેક્ટરીમાંથી ક્રેડિટ પર માલ મંગાવ્યા બાદ વેપારીના સંપર્ક નંબરો બંધ; મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

મોરબીના રંગપર સ્થિત વેલેન્ઝા ગ્રેનીટો એલ.એલ.પી. સાથે રૂ. 44.74 લાખની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ મુંબઈની પેઢી સાથે સંકળાયેલા રજનીકાંત પોપટભાઈ ખોખરે વિશ્વાસમાં લઈને 7,865 બોક્સ ટાઇલ્સ મંગાવ્યા બાદ નક્કી કરેલું પેમેન્ટ ચૂકવ્યું ન હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વેલેન્ઝા ગ્રેનીટોના માર્કેટિંગ સાથે સંકળાયેલા જીતભાઈ વાસજાળીયાનો સંપર્ક કરી આરોપીએ મુંબઈમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય અને પેઢી હોવાનું જણાવી ટાઇલ્સના સેમ્પલ મંગાવ્યા હતા. ત્યારબાદ વિશ્વાસ કેળવી અલગ-અલગ ડિઝાઇનના કુલ 7,865 બોક્સ ટાઇલ્સ રાજ શક્તિ રોડવેઝ મારફતે મંગાવવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ. 44,74,985 થાય છે.

ફરિયાદ મુજબ, માલ મેળવ્યા બાદ નક્કી કરેલી મુદતમાં પેમેન્ટ ચૂકવવામાં આવ્યું ન હતું અને આરોપી સહિત સંપર્ક માટે ઉપયોગમાં લેવાયેલા નંબરો બંધ થઈ ગયા હતા. આથી વેલેન્ઝા ગ્રેનીટોના ભાગીદાર ભગતભાઈ પ્રાગજીભાઈ છત્રોલાએ રજનીકાંત પોપટભાઈ ખોખર અને મોબાઈલ નંબરના ધારક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular