HomeMorbiમોરબીના રવાપરમાં જુગારધામ પર પોલીસનો દરોડો: રૂ. 7.85 લાખની રોકડ સાથે 7...
મોરબીના રવાપરમાં જુગારધામ પર પોલીસનો દરોડો: રૂ. 7.85 લાખની રોકડ સાથે 7 શખ્સો ઝડપાયા
સરદાર પટેલ સોસાયટીના મકાનમાં તીનપત્તીનો જુગાર રમાતો હતો, સિટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી
મોરબીના રવાપર ગામની સરદાર પટેલ સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી સાત ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં રૂ. 7,85,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સિટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે જયદીપભાઈ ઉર્ફે લાલા ગોવિંદભાઈ બકુત્રાના કબજા-ભોગવટાવાળા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો મળી આવતાં પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઝડપેલા ઈસમોમાં જયદીપભાઈ ઉર્ફે લાલા ગોવિંદભાઈ બકુત્રા, સંદીપભાઈ જગદીશભાઈ શેરસિયા, આશિષભાઈ ભગવાનજીભાઈ ડાંગર, ભાવિનભાઈ ગિરીશભાઈ કારિયા, રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા, કિશનભાઈ દેવદાનભાઈ કુંભારવાડિયા અને ભાવેશભાઈ હીરાભાઈ જીલરિયાનો સમાવેશ થાય છે.
પોલીસે રૂ. 7.85 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.