HomeMorbiમોરબીમાં લીલાપર ચોકડી સર્કલનું નામ ‘રણછોડદાસ પગી’ અને હાઉસિંગ બોર્ડ મેઈન રોડનું...
મોરબીમાં લીલાપર ચોકડી સર્કલનું નામ ‘રણછોડદાસ પગી’ અને હાઉસિંગ બોર્ડ મેઈન રોડનું નામ ‘પરબતભાઈ રબારી માર્ગ’ કરાયું
બંને સ્થળે સ્ટેચ્યુ સ્થાપવાનો ખર્ચ સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ આપશે
મોરબી મહાનગરપાલિકાની ગત તા. 15 ઓક્ટોબરના રોજ યોજાયેલી સામાન્ય સભામાં શહેરના બે મહત્વપૂર્ણ સ્થળોના નામકરણ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લીલાપર ચોકડી પાસે આવેલા સર્કલનું નામ ભારતીય સૈન્યના ભોમિયા રણછોડદાસ પગીના નામ પરથી રાખવામાં આવ્યું છે. જ્યારે મોરબીના શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડ મેઈન રોડનું નામ ‘પરબતભાઈ રબારી માર્ગ’ રાખવામાં આવ્યું છે.
આ બંને સ્થળોએ સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવશે, જેના માટે થનારો ખર્ચ સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. આ નામકરણથી મોરબીમાં રણછોડદાસ પગી અને પરબતભાઈ રબારીના નામને જાહેર સ્થળો સાથે જોડવામાં આવ્યા છે.