HomeMorbiમોરબીમાં દારૂના મોટા જથ્થા પર પોલીસનો સપાટો: ટ્રક-ટ્રેક્ટર સહિત રૂ.81.11 લાખનો મુદ્દામાલ...
મોરબીમાં દારૂના મોટા જથ્થા પર પોલીસનો સપાટો: ટ્રક-ટ્રેક્ટર સહિત રૂ.81.11 લાખનો મુદ્દામાલ ઝડપાયો
મોરબી-અમરેલી રોડ પર મચ્છુ નદીના કાંઠે ઈંટોના ભઠ્ઠા નજીક વિદેશી દારૂનું કટીંગ થાય તે પહેલાં LCB અને સીટી બી ડિવિઝન પોલીસની રેડ, વિદેશી દારૂ-બિયરનો જથ્થો જપ્ત કરી એક આરોપીને પકડ્યો, 12 આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડ તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારી કામગીરી કરવા કાર્યરત હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી વીસીપરા અમરેલી રોડ ઇંટોના ભઠ્ઠામાં વાડી વિસ્તારમાં રેઇડ કરતા મોરબી વીસીપરા અમરેલી રોડ ખાતે રહેતા રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઇ અગેચાણીયા તથા અક્ષય બાબુભાઇ અગેચાણીયાએ મંગાવેલ ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મળી આવતા બાતમીવાળી ટ્રક તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરેલ અલગ અલગ વાહનોમાં ભરેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૫૬૧૬ કિ.રૂ. ૪૧,૧૦,૨૮૮/- તથા બિયર ટીન નંગ.૪૬૦૮ કિ.રૂ.૫,૭૬,૦૦૦/- તેમજ અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮૧,૧૧, ૨૮૮/- ના મુદામાલ સાથે એક ઇસમ સંદિપભાઇ ભુપતભાઇ અગેચાણીયા રહે મોરબી-૨ વીસીપરા કુભારવાડા હાજર મળી આવતા પકડાયેલ, નાશીભાગી ગયેલ તેમજ હાજર નહિ મળી આવેલ એમ રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઇ અગેચાણીયા તથા અક્ષય બાબુભાઈ અગેચાણીયા રહે.બંન્ને મોરબી વીસીપરાવાળા સહિત કુલ-૧૨ આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. માં પ્રોહિબિશન અંગેનો ગુન્હો રજી કરાવેલ છે.
આમ મોરબી એલ.સી.બી.ટીમને મોરબી-અમરેલી રોડ ઉપર મચ્છુનદીના કાંઠા પાસે ઇંગ્લીશદારૂનુ કટીંગ થાય તે પહેલા ઇંગ્લીશદારૂની બોટલો નંગ-૫૬૧૬ કિ.રૂ.૪૧, ૧૦,૨૮૮/- તથા બિયરટીન નંગ.૪૬૦૮ કિ.રૂ.૫,૭૬ ,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮૧,૧૧,૨૮૮/- નો મુદામાલ પકડી પાડવામાં સફળતા મળેલ છે.