HomeMorbiવાંકાનેરના લાકડધારમાં બાળકોના ઝઘડાની અદાવતઃ આધેડ પર લાકડીથી હુમલો, માથામાં ટાંકા આવ્યા
વાંકાનેરના લાકડધારમાં બાળકોના ઝઘડાની અદાવતઃ આધેડ પર લાકડીથી હુમલો, માથામાં ટાંકા આવ્યા
શાળામાં બાળકો વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખી રામાપીરના મંદિર પાસે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ માતાજીના મઢે આધેડ પર લાકડીથી હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા મગનભાઈ ભલાભાઈ અણીયારીયા (ઉ.વ.૫૦) એ આરોપી બાબુ સાદુર માલકીયા, મહેશ રાજુ માલકીયા, રણજીત સાદુર માલકીયા, કેતન વલ્લભ માલકીયા, ફરિયાદીના પૌત્ર જેનીસ (ઉ.વ. ૮) તથા આરોપી બાબુભાઈના ભાઈ કાનાભાઈના દીકરા વચ્ચે શાળામાં બોલાચાલી થયેલ હોય તે બાબતનો ખાર રાખી આરોપી બાબુ સાદુર તથા મહેશ રાજુએ ફરિયાદી સાથે રામાપીરના મંદિરે ખાતે બોલાચાલી, ગાળાગાળી તેમજ ઝપાઝપી કરેલ ત્યારબાદ ફરિયાદી પોતાના માતાજીના મઢે હતા ત્યારે પાછળથી આરોપી રણજીત સાદુર તથા કેતન વલ્લભ ત્યાં આવી ફરીયાદી સાથે ઝઘડો કરી આરોપી રણજીતે ફરિયાદીને માથામાં લાકડીનો ઘા મારી માથામાં ટાંકા આવે તેવી ઈજા પહોંચાડતા ફરીયાદીના દીકરા દશરથ વચ્ચે પડતા આરોપી કેતને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.