HomeMorbiમોરબીના સિરામિક કારખાનામાં રૂ. 5.80 લાખની ચોરી! ઓફિસના કબાટનું લોક તોડી રોકડ...

મોરબીના સિરામિક કારખાનામાં રૂ. 5.80 લાખની ચોરી! ઓફિસના કબાટનું લોક તોડી રોકડ રકમ ઉડાવી

મોરબીના ભડીયાદ રોડ પર રેલવે ફાટક પાસે આવેલા મિલેનિયા સીરામિકા પ્રા. લિ.માં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. એકાઉન્ટ ઓફિસની બારીના કાચ તોડી અંદર ઘૂસેલા અજાણ્યા શખ્સે કબાટનું લોક તોડી રૂ. 5.80 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા અને વેપાર કરતાં નરભેરામ ઉર્ફે રામભાઇ પરસોત્તમભાઈ નારણીયા (ઉ.વ.૫૨) એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીની ભાગીદારીના મિલેનિયા સીરામીકા કારખાનામાં રાતના સમયે પ્રવેશ કરી કારખાનાની એકાઉન્ટની ઓફીસના બારીના કાચ તોડી નુકશાન કરી એકાઉન્ટની ઓફીસમાં છુપી રીતે પ્રવેશ કરી એકાઉન્ટના ટેબલની પાછળના ફર્નીચરવાળા કબાટના ડ્રોઅરને કોઈ લાગદાર વસ્તુ ભરાવી ડ્રોઅરનો લોક તોડી તે માથી રોકડા રૂપીયા ૫,૮૦,૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular