HomeMorbiઉધાર રાશન ન આપતાં ટંકારાના બંગાવડીમાં 60 વર્ષીય વેપારી પર ચાર શખ્સોનો...

ઉધાર રાશન ન આપતાં ટંકારાના બંગાવડીમાં 60 વર્ષીય વેપારી પર ચાર શખ્સોનો હુમલો!

ટંકારા તાલુકાના બંગાવડી ગામે ઉધાર રાશન આપવાની ના પાડતાં મામલો બિચક્યો હતો. રામદેવપીરના મંદિર સામે કરિયાણાની દુકાન ધરાવતા 60 વર્ષીય વેપારી પર ચાર શખ્સોએ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી માથા સહિત શરીરે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા અને વેપાર કરતાં ભાયલાલભાઈ જીવરાજભાઈ કાનાણી (ઉ.વ.૬૦) એ આરોપી રાહુલભાઈ સુખલાલ રહે. ટીંબડી વાઘજીભાઈ દેવરાજભાઈ પટેલની વાડી માં તા.જોડીયા જી.જામનગર, રાહુલભાઈ સરખુભાઈ, બબલુભાઈ નાથુભાઈ, અનીલભાઈ રૂમાલસિંગ રહે ત્રણેય બંગાવડી ગામે પ્રફુલભાઈ શામજીભાઈ મેંદપરાની વાડીએ તા.ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી રાહુલને ઉધારમાં રાસન દેવાની ના પાડતા આરોપીને સારૂ નહી લાગતા અન્ય આરોપીઓને બોલાવી ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી જપાજપી કરી ઢીકાપાટુનો માર મારી માથાના ભાગે તથા શરીરે મુંઢ ઇ જા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular