HomeMorbiવાંકાનેરમાં સિક્યુરિટી ગાર્ડ સાથે રૂ.48 હજારની છેતરપિંડી! ‘ભૂલથી પૈસા જમા થયા’ કહી...

વાંકાનેરમાં સિક્યુરિટી ગાર્ડ સાથે રૂ.48 હજારની છેતરપિંડી! ‘ભૂલથી પૈસા જમા થયા’ કહી વિશ્વાસમાં લીધો

વાંકાનેરના લાલપર નજીક વર્કશોપમાં નોકરી કરતા 58 વર્ષીય સિક્યુરિટી ગાર્ડને અજાણ્યા શખ્સે ખોટા મેસેજ બતાવી વિશ્વાસમાં લીધો હતો. દીકરાના અકસ્માતનું બહાનું ધરી ફોન-પે મારફતે રૂ.48 હજાર પડાવી લેતાં વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અશોકસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૫૮) એ અજાણ્યા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીને ફોન કરી કહેલ હુ તમને ઓળખુ છુ તથા તમારા ખાતામાં ભુલથી રૂ. ૪૮,૦૦૦/- આવી ગયેલાની ખોટી હકિકત જણાવી મને ખોટા પૈસા જમા થયા હોય તેવા મેસેજ મોકલી મારું નામ સર નામુ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઇ મારે દિકરાનુ એક્સીડન્ટ થતા રૂપિયાની જરૂર હોય તેમ જણાવી રૂ. ૨૦,૦૦૦/તથા ૨૮,૦૦૦ કુલ રૂપિયા ૪૮,૦૦૦/- નુ ફોન પે કરાવી મેળવી લઇ ફરિયાદી સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી હોવાની ફરીયાદ‌ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular