HomeMorbiહળવદમાં વાડીના રસ્તાના વિવાદે હિંસક વળાંક લીધો! ખેડૂત પર પાઇપ-કોસથી હુમલો, હાથમાં...

હળવદમાં વાડીના રસ્તાના વિવાદે હિંસક વળાંક લીધો! ખેડૂત પર પાઇપ-કોસથી હુમલો, હાથમાં ફ્રેક્ચર

હળવદના રાયસંગપર રોડ પર વાડીના રસ્તા બાબતે ચાલતા મનદુઃખમાં ખેડૂત પર ટોળા દ્વારા હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. પાક અને ટપક સિંચાઈ પદ્ધતિને નુકસાન પહોંચાડ્યા બાદ ખેડૂત પર લોખંડની કોસ, પાઇપ અને લાકડીઓ વડે હુમલો કર્યાનો આક્ષેપ છે. ઘટનામાં ખેડૂતના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદના કૃષ્ણનગરમા રહેતા ખેતી કરતા જગદીશભાઈ થોભણભાઈ સોનગ્રા (ઉ.વ.૪૫) એ આરોપી વિપુલભાઈ હીરાભાઈ ચાવડા, કરશન અમરશી ચાવડા, સંજય નરશી, સુંડા નરશી, રોહીત કરશન, ભાવેશ હીરા, રૂખીબેન નરશીભાઈ, જશુબેન સુંડાભાઈ, મીનાબેન સંજયભાઇ, હીરાબેન કરશનભાઈ, લીલાબેન હીરાભાઇ, તેજલબેન રોહીતભાઇ, વિપુલભાઈના પત્નિ, મહેશ ઈશ્વર, ચંદુ ગંગારામભાઈ, રહે. બધા હળવદ તથા અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદી સાથે વાડીના રસ્તા બાબતે મન:દુખ ચાલતુ હોય જે બાબ તેનો ખાર રાખી ફરીયાદીના વાડીએ આવી ફરીયાદી સાથે બોલાચાલી ઝગડો કરી ફરીયાદીને લખંડની કોસથી માર મારી ફરીયાદીના જમણા હાથમા ફેકચરની ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની વાડીમા પાકમા નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular