HomeMorbiહળવદ: મામલતદાર કોર્ટના હુકમ બાદ વાડીનો રસ્તો ખોલવા જતાં પરિવાર પર ધોકાથી...

હળવદ: મામલતદાર કોર્ટના હુકમ બાદ વાડીનો રસ્તો ખોલવા જતાં પરિવાર પર ધોકાથી હુમલો

હળવદ તાલુકાના રાયસંગપર રોડ પર આવેલી ખેતીની વાડીના રસ્તાના વિવાદમાં પરિવાર પર ધોકા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જૂની મામલતદાર કચેરી સામે ગોકુલનગરમાં રહેતા સંજયભાઈ નરશીભાઈ ચાવડાની વાડીનો રસ્તો અગાઉ બંધ કરી દેવાતાં મામલતદાર કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો, જેનો ચુકાદો તેમના પક્ષમાં આવ્યો હતો.

આ હુકમ બાદ ગત તા. 15 ઓક્ટોબરના રોજ સંજયભાઈ સહિત પરિવારજનો રસ્તો ખુલ્લો કરવા પહોંચ્યા ત્યારે મનજીભાઈ છગનભાઈ સોનગ્રા સહિત છ વ્યક્તિઓ ધોકા લઈને આવી ગાળો ભાંડી હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન જગદીશભાઈ થોભણભાઈ સોનગ્રાએ વિપુલભાઈ હીરાભાઈ પર ધોકાથી હુમલો કર્યો હતો, જ્યારે વચ્ચે પડેલા કરશનકાકાને પગમાં અને સંજયભાઈને જમણા હાથના કાંડા પર ફટકો મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં પણ મહેશભાઈ ચાવડા સાથે મારામારી થઈ હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે. હળવદ પોલીસે મનજીભાઈ સોનગ્રા, જગદીશભાઈ સોનગ્રા સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular