HomeMorbiમોરબીના લાતી પ્લોટમાં પોલીસની કાર્યવાહી: મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની 23 બોટલ મળી,...

મોરબીના લાતી પ્લોટમાં પોલીસની કાર્યવાહી: મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની 23 બોટલ મળી, એક ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે લાતી પ્લોટ શેરી નંબર-2માંથી પસાર થતા એક પ્લેઝર મોપેડને અટકાવી તપાસ કરતાં ડેકીમાંથી કાળા રંગની થેલીમાં રાખેલી સીલબંધ વિદેશી દારૂની 23 બોટલો મળી આવી હતી. પોલીસે માધાપર શેરી નંબર-2માં રહેતા કાર્તિકભાઈ મોહનભાઈ કણજરીયાની અટકાયત કરી હતી.

પૂછપરછમાં આ દારૂનો જથ્થો વેચાણ માટે જૂના બસ સ્ટેશન પાસે રહેતા ઈકબાલ ઉર્ફે ઈક્કો કટીયા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂની રૂ.2,835 અને મોપેડની રૂ.25,000 સહિત કુલ રૂ.28,735નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ સપ્લાય કરનાર ઈકબાલ ઉર્ફે ઈક્કો સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular