HomeMorbiમોરબીમાં ડ્રગ્સના કાળા કારોબાર પર પોલીસનો સપાટો: 20.14 ગ્રામ મેફેડ્રોન સાથે યુવક...

મોરબીમાં ડ્રગ્સના કાળા કારોબાર પર પોલીસનો સપાટો: 20.14 ગ્રામ મેફેડ્રોન સાથે યુવક ઝડપાયો

મોરબીમાં યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે ચલાવવામાં આવી રહેલા ‘SAY NO TO DRUGS’ અભિયાન અંતર્ગત એન્ટી નાર્કોટીક્સ વિંગે કાર્યવાહી કરી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. નવલખી રોડ પર આવેલા કુબેરનગર-3ના રોયલ પાર્કમાં રહેતા યુવકના મકાનમાં દરોડો પાડીને પોલીસે કુલ રૂ. 70,920નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે એન્ટી નાર્કોટીક્સ વિંગની ટીમે રેનીશભાઈ હિરાભાઈ પરેસાના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન રૂ. 60,420ની કિંમતનું 20.14 ગ્રામ મેફેડ્રોન, રૂ. 10,000નો સેમસંગ મોબાઈલ ફોન અને રૂ. 500નો ઇલેક્ટ્રિક વજનકાંટો મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી હાથ ધરાયેલી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ખરાડી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એચ. ગઢવી સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના વેચાણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular