HomeMorbiમોરબીના ઘુંટુમાં પાણી કાઢવા જેવી સામાન્ય બાબતે બબાલ! યુવક પર આઠ શખ્સોનો...
મોરબીના ઘુંટુમાં પાણી કાઢવા જેવી સામાન્ય બાબતે બબાલ! યુવક પર આઠ શખ્સોનો હુમલો, લાકડાના ધોકા ફટકાર્યા
રામકો વિલેજ સોસાયટીમાં પાણીના નિકાલ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. યુવકને ઘેરી લઈ ઝપાઝપી અને ધોકા વડે માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની અને હાલ મોરબીના ઘુંટુ રોડ પર આવેલી રામકો વિલેજ સોસાયટીમાં રહેતા વેપાર કરતાં હિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડ (ઉ.વ.૩૬) એ આરોપી દીલુભાઈ પઢીયાર, શક્તિ દીલુભાઈ પઢીયાર, મેહુલ દીલુભાઈ પઢીયાર, શક્તિ દીલુભાઈ પઢીયારના પત્ની, શક્તિ દીલુભાઈ પઢીયારના પત્ની, મેહુલ દીલુભાઈ પઢીયાર ના પત્ની, દીલુભાઈના પત્ની, વિપુલ ભીખાભાઈ પઢીયાર, દીલુભાઈના બાજુમાં રહેતો અજાણ્યો માણસ રહે. બધા ઘુંટુ ગામ તા.જી. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી મોટર સાઈકલ લઈને આરોપીના ઘર પાસે પહોંચતા આરોપી દિલુભાઈ ફરિયાદિ પાસે ગયેલ અને શેરીમાં પાણી કેમ કાઢો છો તેમ કહી ભુંડી ગાળો બોલેલ બાદ અરોપી શક્તિ ખાલી હાથે તથા આરોપી મેહુલ તેના હાથમાં લાકડાનો ધોકો લઈને આવેલ બાદ આરોપી શક્તિના પત્ની, મેહુલના પત્ની, દીલુભાઈના પત્ની, આવેલ જેઓએ ફરિયાદી સાથે ઝપા ઝપી કરી ફરિયાદિને પકડી રાખેલ અને આરોપી મેહુલએ તેની પાસે રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદિને માર મારેલ બાદ આરોપી વિપુલ તથા અજાણ્યા શખ્સએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી ગંદી ગાળો બોલી આરોપી દીલુભાઈએ જાનથી મારી નાખ વાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતાં પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.