HomeMorbiમોરબીમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ પર ઓનલાઇન સટ્ટાનું નેટવર્ક ઝડપાયું: બે શખ્સો ઝડપાયા, મુખ્ય...
મોરબીમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ પર ઓનલાઇન સટ્ટાનું નેટવર્ક ઝડપાયું: બે શખ્સો ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર!
મોરબીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી T-20 ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સોને સીટી એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે સટ્ટો રમવા માટે ઓનલાઇન ID અને પાસવર્ડ આપનાર મુખ્ય શખ્સ પોલીસને હાથ લાગ્યો નથી.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલી રવાપર રેસિડેન્સીના ગેટ પાસેથી પોલીસે દરોડો પાડી દિપકભાઈ રાજુભાઈ બુધ્ધદેવ અને હુશેનભાઈ અલ્લારખાભાઈ શેખને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ cricb522 એપ્લિકેશન મારફતે ભારત-ન્યુઝીલેન્ડ T-20 મેચ પર રનફેર અને હાર-જીતનો ઓનલાઇન સટ્ટો રમતા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે બંને પાસેથી રૂ.6,600 રોકડ અને Vivo Y31 તથા Oppo A15s મોબાઇલ ફોન મળી કુલ રૂ.26,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધી સટ્ટા માટે ID આપનાર વસીમભાઈ કઇડાને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.