HomeMorbiહળવદની સરકારી કચેરી બની અખાડો! લાઈટ-પંખા બંધ રાખવા જેવી સામાન્ય બાબતે એન્જિનિયર...

હળવદની સરકારી કચેરી બની અખાડો! લાઈટ-પંખા બંધ રાખવા જેવી સામાન્ય બાબતે એન્જિનિયર પર લોખંડના પંચિંગથી હુમલો

હળવદમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની સરકારી કચેરીમાં ફરજ દરમિયાન સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ટેબલના લાઈટ-પંખા બંધ રાખવા મુદ્દે થયેલા વિવાદમાં મદદનીશ ઈજનેર અવિનાશ અશ્વિનભાઈ ગામીતે અધિક મદદનીશ ઈજનેર દેવાભાઈ ચનાભાઈ કોડીયાતર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આરોપી અવિનાશ ગામીતે ઉશ્કેરાઈને દેવાભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લોખંડના મોટા પંચિંગ વડે માથાના ભાગે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ગંભીર ઈજાઓ પહોંચતા દેવાભાઈને તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે દેવાભાઈ કોડીયાતરે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular