HomeMorbiવાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો, એકની ધરપકડ
વાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો, એકની ધરપકડ
વાંકાનેરમાં રહેણાંક મકાનને વિદેશી દારૂના વેચાણનું ઠેકાણું બનાવનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને પેટ્રોલિંગ કરી રહેલી વાંકાનેર સિટી પોલીસને મળેલી બાતમીના આધારે ભારત ઓઈલ મિલ પાછળ આવેલા વેલનાથપરામાં રહેતા જીતેશભાઈ મેરૂભાઈ રાતોજાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી પંજાબ અને રાજસ્થાનમાં વેચાણ માટેના લેબલવાળી વિદેશી દારૂની બોટલો, ચપલા તથા બિયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે વિદેશી દારૂ અને બિયરનો રૂ. ૩૩,૫૩૦નો જથ્થો તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪૮,૭૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જીતેશભાઈ રાતોજાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે વિશાલ ઉર્ફે કુકી ભરતભાઈ સોલંકી અને અજયસિંહ વનરાજસિંહ ઝાલાની સંડોવણી સામે આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.