HomeMorbiમોરબીના સગુલ સ્પામાં પોલીસની રેડ!કર્મચારીઓના રજિસ્ટ્રેશન વગર સ્પા ચલાવતા બે સંચાલકો પકડાયા
મોરબીના સગુલ સ્પામાં પોલીસની રેડ!કર્મચારીઓના રજિસ્ટ્રેશન વગર સ્પા ચલાવતા બે સંચાલકો પકડાયા
મોરબીના લાલપર ગામની સીમમાં આવેલા સ્પા સેન્ટરોમાં નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે પોલીસની તપાસ દરમિયાન ‘સગુલ સ્પા’માં ગેરરીતિ સામે આવી છે. રાધિકા હોટેલ કોમ્પ્લેક્સના ત્રીજા માળે ચાલતા સ્પામાં મહિલા કર્મચારીઓના બાયોડેટા પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરાવ્યા વગર તેમજ CCTV રેકોર્ડિંગ અંગેના જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કર્યા વિના સ્પા ચલાવવામાં આવતું હોવાનું સામે આવતાં મોરબી તાલુકા પોલીસે બે સંચાલકો સામે કાર્યવાહી કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન લાલપર ગામની સીમમાં નેશનલ હાઈવે પર આવેલા રાધિકા હોટેલ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલા ‘સગુલ સ્પા’માં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન રિસેપ્શન કાઉન્ટર પર હાજર અજયભાઈ દીપકભાઈ ભાયાણી (રહે. રામેશ્વર નગર, જલારામ સોસાયટી, મોરબી) અને ઉમંગભાઈ જનકભાઈ વ્યાસ (રહે. બુટા બાવાની બજાર, મોરબી) સ્પાનું સંચાલન કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
તપાસમાં બંને સંચાલકોએ સ્પામાં કામ કરતી મહિલા કર્મચારીઓના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત CCTV કેમેરાના રેકોર્ડિંગ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ જરૂરી આધાર-પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા ન હતા.
આ મામલે પોલીસે પંચોની હાજરીમાં બંને સંચાલકો વિરુદ્ધ બી.એન.એસ. કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં સ્પા સેન્ટરોમાં નિયમોના પાલન અંગે પોલીસની કાર્યવાહીથી અન્ય સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે.