Sunday, April 26, 2026
HomeGujaratમોરબીની આયુષ હોસ્પિટલની જટિલ સર્જરીથી 100 વર્ષના દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયા

મોરબીની આયુષ હોસ્પિટલની જટિલ સર્જરીથી 100 વર્ષના દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયા

Advertisement
Advertisement

મોરબી: હાલમાં જ આયુષ હોસ્પિટલ દ્વારા એક અનોખી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. 100 વર્ષના દર્દી છેલ્લા 5 દિવસથી ભોજન લઇ ન શકતા હતા અને મળ પાસ ન કરી સકતા હતા તેઓ આયુષ હોસ્પિટલમાં ઈમજન્સી સારવાર માટે આવ્યા હતા. ડો.વિમલ દેત્રોજા (એંડવાન્સ લેપ્રોસ્કોપ્ય સર્જન) અને તેમની ટીમેં તપાસ હાથ ધરી હતી. સોનોગ્રાફી અને બ્લડ રિપોટના આધારે જાણવા મળ્યું કે દર્દીને (હર્નિયા) આંતરડું ફસાઈ ગયું હતું, અને તરત જ ઈમજન્સી ઓપરેશન કરવું જરૂર હતી.

દર્દીની ઉમર 100 વર્ષ હોવાને કારણે ઓપરેશનમાં અનેક જોખમ હતા. પરંતુ ડો.વિમલ દેત્રોજા,નિષ્ણાત એનેસ્થેતિસ્ટ ડો.અદિતિ જાલાવાડીયા અને ઓપરેશન ટીમની મેહનતથી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા માં આવ્યું ઓપરેશન પછી દર્દીને આઇ સી યુ માં ડો.રિંકલ રામોલીયા અને આઇ.સી.યુ. ટીમ દ્વારા સારવાર આપવામાં આવી અને હવે દર્દી ને સંપૂર્ણ રીતે સ્વસ્થતા સાથે રજા આપવામાં આવી હતી. આયુષ હોસ્પિટલ દ્વારા આ ઓપરેશન વિનામુલ્યે આયુષમાન કાર્ડ હેઠળ નિશૂલ્ક સારવાર કરવામાં આવી છે. જે દર્દી માટે મોટી રાહત સમાન છે. આ સફળતા માટે આયુષ હોસ્પિટલ ના ડો.વિમલ દેત્રોજા, ડો.અદિતિ જાલાવાડીયા, ડો.રિંકલ રામોલીયા તથા આખી આયુષ હોસ્પિટલ ની ટીમ ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular