Monday, April 27, 2026
HomeMorbiHalvadહળવદમાં સગીરાનું અપહરણ કરનાર અમરેલીના બગસરા ખાતેથી ઝડપાયો

હળવદમાં સગીરાનું અપહરણ કરનાર અમરેલીના બગસરા ખાતેથી ઝડપાયો

Advertisement
Advertisement

હળવદ પોલીસ સ્ટેશનના છ માસ પહેલાના અપહરણના ગુન્હામાં ભોગબનનાર તથા આરોપીને અમરેલી જીલ્લાના બગસરા ખાતેથી મોરબી જીલ્લા એન્ટી હ્યુમન ટ્રાફીક યુનિટ ટીમે ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં છ માસ પહેલા આરોપી નિખીલ રામલાલ ભીલ (રહે.ગામ- સાગૌની કલા,રાયસેન રોડ તા.કોલુઆ જી.ભોપાલ મધ્યપ્રદેશ)વાળો સગીરાને અપહરણ કરીને ભગાડી ગયો હોવાનો ગુન્હો નોંધાયો હતો. જેથી એન્ટી હ્યુમન ટ્રાફીક યુનિટ મોરબી ટીમને આરોપી અમરેલી જીલ્લાના બગસરા ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાં કામ કરતો હોવાની બાતમી મળી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીક યુનિટ મોરબી ટીમે અમરેલી જીલ્લાના બગસરા ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠા માંથી આરોપી નિખીલ રામલાલ ભીલ તથા ભોગબનનારને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular