Monday, April 27, 2026
HomeMorbiમોરબીમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારને બે શખ્સોએ ઢોર માર માર્યો

મોરબીમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારને બે શખ્સોએ ઢોર માર માર્યો

Advertisement
Advertisement

મોરબીના ભડીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા વૃધ્ધની પૌત્રી ઘરેથી પ્રેમ લગ્ન કરી ભાગી ગઈ હોય અને વૃદ્ધના દિકરાને તથા પૌત્રીની સાથે પ્રેમ લગ્ન કરનારના કાકી સાથે બોલાચાલી થતા તેના દિકરાઓએ વૃદ્ધના ઘરે જઈ વૃદ્ધના દિકરા તથા પૌત્રને માર માર્યો હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના ભડીયાદ રોડ પર જવાહર સોસાયટીમાં સાયન્સ કોલેજ પાછળ શેરી નં-૦૫ માં રહેતા જગુબેન ભગવાનજીભાઈ સનાળીયા (ઉ.વ.૬૦) એ આરોપી સુમીતભાઈ હસમુખભાઇ તથા પીયુષભાઈ હસમુખભાઇ રહે, મોરબી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીની પૌત્રી ઘરેથી પ્રેમ લગ્ન કરી ભાગી ગઈ હતી અને ફરિયાદીના દિકરાને તથા ફરીયાદીની પૌત્રીની સાથે પ્રેમ લગ્ન કરનારના કાકી સાથે સવારના સમયે બોલાચાલી થતા તેના દિકરાએ ફરિયાદીના ઘરે જઈ તેને લાકડાના ધોકા વડે માર મારતા ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેકચર જેવી ઈજા તથા તેના પૌત્ર સાહેદ પ્રદિપને માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો તેમજ તેમના દિકરા મહેન્દ્રભાઈને મુંઢ ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular