HomeGujaratડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જયંતિ અનુસંધાને મોરબી શહેરમાં તા. ૧૪ એપ્રિલ...

ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જયંતિ અનુસંધાને મોરબી શહેરમાં તા. ૧૪ એપ્રિલ ના રોજ ભવ્યથી ભવ્ય શોભા યાત્રા નીકળશે

મોરબી: ભારતના (સંવિધાન) બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.

આ શોભાયાત્રા મોરબી શહેરના રેલવે સ્ટેશનથી સવારે ૦૯:૩૦ કલાકે શરૂ થઈ મુખ્ય પોસ્ટથી નગર દરવાજા ચોક થઈ મહાનગરપાલિકા ખાતે આવેલ ડો. બાબાસાહેબ ના સ્ટેચ્યુને ફુલહાર કરી બપોરના ૦૨:૩૦ કલાકે આ રેલીની પુર્ણાહિતી કરવામાં આવશે .

 

મોરબીના ઇતિહાસમાં પહેલીવાર આ શોભાયાત્રામાં ડો.બાબા સાહેબ આંબેડકરજી એ લિખિત બંધારણને હાથીની અંબાળી ઉપર દેશી ઢોલ ના સથવારે મોરબી શહેરના રેલીના રૂટ પર નીકળશે.ત્યારે આ ભવ્યાથી ભવ્ય શોભાયાત્રામાં મોરબી શહેરની જાહેર જનતાને જોડાવા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ, મોરબી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular