Monday, April 27, 2026
HomeGujaratમોરબીની આયુષ હોસ્પિટલમાં ચોટીલાના આધેડની એન્ડોસ્કોપિક સર્જરીની સફળ સારવાર

મોરબીની આયુષ હોસ્પિટલમાં ચોટીલાના આધેડની એન્ડોસ્કોપિક સર્જરીની સફળ સારવાર

Advertisement
Advertisement

ચોટીલાના એક 53 વર્ષના રહેવાસીને કમરના L4-L5 મણકાની વચ્ચેની ગાદી ખસી જતા, કમરનો સખત દુઃખાવો, જમણી બાજુના પગનો દુઃખાવો, જમણા પગમાં ખાલી ચડી જવી તેમજ જમણા પગના પંજાની, નબળાઈ હોવાથી દર્દીને ચાલવામાં તકલીફ પણ પડતી હતી. જેથી દર્દીનું ઓપરેશન કરવું ફરજીયાત હતું પરંતુ છાતીના એક્ષરેમાં જાણવા મળ્યું કે, દર્દીનું એક બાજુનું ફેફસું કામ ન કરતુ હોવાથી સંપૂર્ણ બેભાન કરવા અને સી સી સુંઘાડવી શક્ય ન હતી. આથી મોરબી સ્થિત આયુષ હોસ્પિટલના ન્યૂરોસર્જન ડૉ. પ્રતિક પટેલની સુજબુજથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને દર્દીની જાગતિ અવસ્થામાં જ માત્ર ઓપરેશન કરવાનો ભાગ ખોટો કરી દૂરબીન વડે ખસેલી ગાદી કાઢી નસ પરનું દબાણ દુર કરવામાં આવ્યું, જેથી તરત જ દર્દીને દુ:ખાવામાં રાહત મળી અને પગની નબળાઈ પણ દુર થઇ. હવે દર્દી દર્દી ફરીથી ચાલી શકે છે, હરીફરી શકે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular