Monday, April 27, 2026
HomeGujaratમોરબીમાં વેપારના બાકી પૈસા માંગવા જતા આધેડને ઢીકાપાટુનો માર માર્યો

મોરબીમાં વેપારના બાકી પૈસા માંગવા જતા આધેડને ઢીકાપાટુનો માર માર્યો

Advertisement
Advertisement

મોરબી ગ્રીનચોકમાં રહેતા આધેડ ભવાનીચોકમાં લગધીરવાસ વિશ્વકર્મા નામના કારખાના પાસે આરોપી પાસે વેપાર ધંધાના બાકી લેવાના રૂપિયા કારખાને લેવા જતા આધેડે આરોપીને અન્ય શખ્સનું પુછતા હાજર ન હોવાનું કહેતા આધેડે કહેલ કે મારે પૈસા માટે કેટલા ધક્કા ખાવા તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ આધેડને ગાળો આપી માર મારી છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના ગ્રીનચોકમાં કંશારા શેરીમાં રહેતા દિપેનભાઈ અનંતરાય કરથીયા (ઉ.વ.૪૫) એ આરોપી દિલીપભાઈ કાળુભાઈ ચનીયારા તથા કાળુભાઈ ચનીયારા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને આરોપી કાળુભાઈ સાથે વેપાર-ધંધાના પૈસા લેવાના બાકી હોય જેથી ફરીયાદી આરોપીના કારખાને લેવા જતા આરોપી દિલીપભાઈ હાજર હોવાથી કાળુભાઈનુ પુછતા હજાર ન હોવાનું કહેતા ફરીયાદીએ કહ્યું હતું કે, મારે પૈસા માટે કેટલા ધક્કા ખાવા? તેમ કહેતા આરોપીઓ ઉશકેરાઈ જઇ ગાળો આપી ફરીયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને આરોપીઓએ ફરીયાદીના માથાના ભાગે છરીનો એક ઘા મારી ઇજા કરી અને ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીને આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular