પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા હિન્દુ નરસંહાર તથા ૫૦૦ થી વધુ હિન્દુ પરિવારોના ઘર અને રોજગારનો નાશ કરવામાં આવ્યો અને તેમને પશ્ચિમ બંગાળમાંથી હાંકી કાઢવાના હીન પ્રયાસો કરવામાં આવ્યા તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોરબી જીલ્લા કલેક્ટરને સવારે ૧૧ વાગ્યે જિલ્લા કલેકટર કચેરી, મોરબી જીલ્લા સેવાસદન, સો-ઓરડી રોડ આવેદન આપવામાં આવ્યું હતું અને પશ્ચિમ બંગાળની સરકાર અને ત્યાના પ્રશાસને કડક અને યોગ્ય કાર્યવાહી કરી નથી. ઉપરાંત હિંદુ સમાજના વિરોધમાં પગલા લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું હોવાથી VHP પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કર્ણાવતી ક્ષેત્ર બજરંગદળ સંયોજક તથા વિશ્વ હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ભાવેશ ઠાકર તથા મોરબી જિલ્લા તથા મોરબી પ્રખંડ, હળવદ પ્રખંડ તથા વાંકાનેર પ્રખંડમાંથી વિહીપ, @bajrangdalofficial_morbi તથા @durgavahini_morbi ના જવાબદાર કાર્યકર્તા તથા હિન્દુ સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.




