Tuesday, April 28, 2026
HomeMorbiમચ્છુ 2 ડેમના દરવાજાનું રિપેરિંગ થતું હોવાથી હેઠવાસના ગામોમાં એલર્ટ

મચ્છુ 2 ડેમના દરવાજાનું રિપેરિંગ થતું હોવાથી હેઠવાસના ગામોમાં એલર્ટ

Advertisement
Advertisement

મોરબીના મચ્છુ 2 ડેમના ૩૩ દરવાજા પૈકી 5 દરવાજાનું ગયા વર્ષે રીપેરીંગ કામ કર્યા બાદ આ વર્ષે બાકીના દરવાજા રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે ગત તા.૩ ના રોજ 390 MCFT પાણી છોડાયા બાદ હવે બીજા તબક્કાની કામગીરી માટે વધુ પાણી છોડવાની જરૂર પડશે અને તેના ભાગરૂપે આજે મચ્છુ ૩ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તો મચ્છુ 2 ડેમમાંથી આગામી દિવસમાંથી જે પાણી રીલીઝ થશે તેના વોટર લેવલ મેન્ટેઇન કરાઈ રહ્યું છે મચ્છુ ૩ ડેમ ખાલી થતા હવે આગામી 23 એપ્રિલના રોજ મચ્છુ 2 ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવશે અને 1456 કયુસેકના પ્રવાહ સાથે અંદાજીત 500 MCFT પાણી ડેમમાં છોડવામાં આવશે.

હાલ તો મચ્છુ ૩ માંથી પાણી રીલીઝ થતું હોવાથી તેના નીચાણવાળા 21 ગામને એલર્ટ કર્યા બાદ હવે મચ્છુ 2 ડેમના હેઠવાસમાં આવતા લીલાપર, જોધપર ભડિયાદ મોરબી શહેર ટીંબડી ધરમપુર અમરેલી ઉપરાંત મચ્છુ ૩ ડેમના હેઠવાસના ગામને એલર્ટ કરી નદી તટમાં અવર જવર ન કરવા કે નહાવા ન જવા તાકીદ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular